એક માત્ર એવું પક્ષી જે વરસાદ નું પાણી પીવે છે
ચોમાસાનું ચાહક પંખી - "ચાતક" વિષે :
ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત પણ જોયું બહુ ઓછા લોકોએ હોય છે.
ચાતક દુનિયાનું સૌથી અનોખુ પક્ષી,
ચાતક માત્ર વરસાદનું પાણી જ પીવે છે.
અન્ય નામ :
ચાતક - મોતીડો
ઇંગ્લિશ: Jacobin Cuckoo - Pied Crested Cuckoo
હિન્દી: पपीहा
સંસ્કૃત:चातक
કદ : ૧૨ ઇંચ/ ૩૨ સે.મી.
ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે.
આમેય પૌરાણિક કથાઓમાં અને લોકવાયકાઓમાં તેના વિશે ઘણી ભ્રામક કાલ્પનિક વાતો પ્રચલિત છે.
કવિતા, સાહિત્ય અને ગીત સંગીતમાં ખુબજ આગવી અને કાલ્પનિક રીતે તેનો વ્યાપક રીતે ઉપયોગ જોવા મળે છે.
ચાતક વિષે એક એવી વાત પ્રચલિત છે કે ચાતક પોતાના માથા ઉપર જે વિશિષ્ટ કલગી/ચોટી હોય છે તેનાથી સીધું વરસાદનું પાણી પી લે છે,
વરસાદના આવવાની રાહ જોતું હોય છે અને તે સતત ઊંચે જોઈને વરુણદેવતાને વિનંતી કરતુ હોય છે કે વરસાદ મોકલો અને મારી પ્યાસ બુઝાય.
એક એવી પણ પ્રચલિત વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં જ તે વરસાદનું પાણી પીવે છે.
એટલે જ તો ઉનાળે વરસાદ આવે તો પણ કહે છે કે,
કોઈ ચાતક ની તરશ અધુરી રહી હશે ચોમાંસાની,
નહીતર આ વાદળ ને ક્યાં જરૂર હતી ઉનાળે વરસવાની.
એક એવી વાયકા પ્રચલિત છે કે યાયાવર કે પ્રવાસી પક્ષી ચાતક દેખાય એટલે ચાર પાંચ દિવસમાં વરસાદ આવે.
ભારતવર્ષ, એશિયા અને આફ્રિકાના વિસ્તારમાં સામાન્યતઃ ચાતક જોવા મળે છે.
ઉનાળો બેસવાની શરૂઆત થાય એટલે તે સ્થળાંતર કરીને માફક આવતા વિસ્તારમાં પહોંચી જાય.
તેઓ સુમધુર અને ખુબજ મીઠું પી…..પ્યુ, પી…..પ્યુ બોલતું એકબીજાની પાછળ ઉડતું જાય છે અને બોલતું જાય છે.
છેક દક્ષિણ આફ્રિકાથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ભારતના વિવિધ વિસ્તારમાં ચોમાસાના આગમનના સમયે પહોંચી જાય છે.
સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં શિયાળો શરુ થાય તે પહેલા પોતાને વતન પાછા જતા રહે છે. તેવી રીતે ભારતમાં તેમને શિયાળાની ઋતુના કાયમી વિસ્તારમાંથી બીજા અનુકૂળ વિસ્તારમાં ભારતમાં ચોતરફ ફેલાઈ જાય છે. ભારતના હિમાલયના પ્રદેશમાં, દક્ષિણ આફ્રિકામાં અને આફ્રિકાના સહારાના વિસ્તારમાં તેમનો કાયમી વસવાટ જોવા મળે છે.
ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં તેઓ સફેદ રંગના ઈંડા મૂકે છે અને તેવા સમયે તેઓ ખુબ બોલકણા બની જાય છે તે સમયે લોકોનું ધ્યાન તેમના તરફ અચૂક જાય છે.
પ્રજનનની ઋતુમાં તેઓ એકબીજાને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે.
કોયલના કુળનું ચાતક સવારના સમયે કોયલની જેમ હંમેશા બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તેવા સમયે નર ચાતક પક્ષીની નજર ચૂકવે છે અને પાછળ માદા તે પક્ષીના માળામાં ઈંડુ મૂકી દે છે.
ચાતક બે ઈંડા મૂકે છે. કોયલની જેમ ચાતક પોતાનું ઈંડુ મુક્તિ વખતે બીજા પક્ષીનું ઈંડુ ફેંકી નથી દેતી. ચાતકના ઈંડાનો રંગ લેલા પક્ષીના ઈંડાના રંગને મળતો આવે છે અને લેલા અને બુલબુલ જેવા પક્ષીના માળામાં તે ઈંડા મૂકી દે છે.
બીજા પક્ષી પોતાનું બચ્ચું સમજી તેને ઉછેરે છે અને ત્યાર બાદ ઉડવાને સક્ષમ થાય તેટલે ઉડી જાય છે અને ચાતકના કુળમાં ભળી જાય છે.
બચ્ચું જન્મે ત્યારે આછા ગુલાબી રંગનું હોય છે અને ત્યારબાદ તે ઘેરા પર્પલ રંગનું થઇ પછી બચ્ચું કથ્થઈ રંગનું બની જાય છે. તેમના માટે એવી પણ માન્યતા છે કે દિવસે પોતાના સાથીદાર જોડે રહે છે અને રાત્રે જુદા રહે છે.
રૂપાળા ચાતકનો શરીરના પેટાળનો ભાગ સફેદ હોય છે અને બાકીનો ઉપરનો ભાગ કાળો હોય છે. તેના રંગને કારણે બાળકો તેને ધોળું – કાળું પક્ષી પણ કહે છે.
દેખાવે ઘણું નમણું હોય છે. પાંખોમાં ધોળું ધાબુ હોય છે. પૂંછડી લાંબી, કાળી અને ચડ ઉતર પીંછાવાળી હોય છે. માથાની કલગી અને ચાંચ કાળી હોય છે અને પગ સ્લેટિયા રંગના હોય છે. કદ લગભગ કાબર કરતાં મોટું હોય છે. ઝાડીમાં વસનાર નર ચાતક અને માદા ચાતક લગભગ સરખા દેખાય છે.
મહાકવિ શ્રી કાળીદાસે મેઘદૂતમાં વિરહની વાતમાં ચાતકનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે.
અષાઢની વાત આવતાં જ આકાશમાં છવાયેલા વાદળ જોઈ પોતાની પ્રિયતમાને મળવા આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક દૂત બનાવી લે છે તે વાતમાં ચાતકનો ઉલ્લેખ છે.
અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ…
બની બહારમ, જલ ધારમ
દાદુર ડંકારમ, મયુર પુકારમ, તડીતા તારમ વિસ્તારમ
ચોમાસાના આ ચારણી છંદમાં અષાઢનું વર્ણન થયુ છે.
અષાઢ એટલે કેવો?
જ્યારે મેઘ મલ્હાર હોય ચોતરફ, હરીયાળી છવાઈ હોય, દેડકાઓ ડક્કાર દેતા હોય અને મયુર એટકે કે મોરલો મસ્ત બની વનરાઈમાં ગહેકતો હોય ત્યારે વર્ષાઋતુ જામી કહેવાય.
બરાબર વરસાદ અંધાર્યો હોય અને માતેલો મોરલો ટહુકાર કરે તો પણ આખી સૃષ્ટિ સંજીવન થાય.
પક્ષી (Birds)ઓ સૃષ્ટિનુ અભિન્ન અંગ છે. આપણી સંસ્કૃતિમાં સારા નરસા તમામ પ્રસંગો પક્ષીઓને યાદ કરવામા આવશે. આપણી તમામ ઋતુઓ સાથે પક્ષીઓ જોડાયેલ છે. ત્યારે આપણે વાત કરવી છે વર્ષાઋતુ એટલે કે ચોમાસા સાથે જોડાયેલા કેટલાક અવનવીન પંખીડાઓની.
ચોમાસાની વાત આવે એટલે હરકોઈના દિમાગમાં પહેલું પંખીડુ આવે “ચાતક”.
ચાતક પક્ષીએ લોકમાનસમાં જેટલું રહસ્ય જગાવ્યુ છે એટલું કદાચ જ કોઈ પક્ષીએ જગાવ્યુ હશે..
આભાર - જય માતાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો